રોકાણકારો માટે કમાણીની તક… 5 વર્ષમાં 1100% થી વધુ રિટર્ન આપનાર આ સ્ટોકમાં હજુ 14% વધારાની શક્યતા

શેરબજારમાં અત્યારે એક મલ્ટીબેગર સ્ટોક રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 5 વર્ષમાં 1100% થી વધુ વળતર આપીને માલામાલ કરનાર આ શેરમાં છેલ્લા એક સપ્તાહમાં જ 17% નો તોફાની ઉછાળો જોવા મળ્યો છે.

| Updated on: Apr 17, 2026 | 8:14 PM
1 / 5
વિન્ડ એનર્જી સેક્ટરનો મલ્ટીબેગર સ્ટોક છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 17 ટકા ઉછળી ગયો છે. એવામાં શેરમાં ફરી એકવાર તેજીનો સેન્ટિમેન્ટ બનતો દેખાઈ રહ્યો છે. મજબૂત ઓર્ડર બુક, મજબૂત ફંડામેન્ટલ અને ઉત્તમ ગ્રોથ આઉટલુકના આધારે બ્રોકરેજ હાઉસ એમ્બિટ કેપિટલે (Ambit Capital) આ એનર્જી શેર પર BUY રેટિંગ આપ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની ઓર્ડરબુક મજબૂત છે અને રેવન્યુ ગ્રોથના અંદાજ વધુ સારા છે. આવનારા વર્ષોમાં શેર 40 ટકા જેટલો ઊછળી શકે છે. જો કે, આ એનર્જી શેર શુક્રવારે (17 એપ્રિલ) 5 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયો હતો.

2 / 5
એમ્બિટ કેપિટલે સુઝલોન એનર્જી પર ખરીદીની સલાહ સાથે કવરેજ શરૂ કર્યું છે. સ્ટોક પર આગામી 12 મહિનાના દૃષ્ટિકોણથી ટાર્ગેટ પ્રાઈસ 60 રૂપિયા પ્રતિ શેર રાખ્યો છે. શુક્રવારે BSE પર શેર 52.94 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે વર્તમાન ભાવથી સ્ટોક અંદાજે 14 ટકાનો અપસાઈડ બતાવી શકે છે. ઇન્ટ્રાડેમાં સ્ટોકે 53.70 ની હાઈ અને 50.54 ની લો (Low) સપાટી બનાવી હતી. જો કે, આ શેર પોતાના 52 અઠવાડિયાના હાઈ (74.30) થી અત્યારે અંદાજે 30 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ 72,605 કરોડ રૂપિયાથી વધુ નોંધાઈ છે.

3 / 5
સુઝલોન એનર્જીના લોન્ગ ટર્મ પરફોર્મન્સની વાત કરવામાં આવે તો, આ મલ્ટીબેગર શેર રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે 1105 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. વળી, 3 વર્ષનું રિટર્ન 550 ટકા રહ્યું છે અને 2 વર્ષમાં 30 ટકા ઉછળ્યો છે. છેલ્લા એક વર્ષમાં બજારમાં વેચવાલીના દબાણમાં શેરમાં સારો એવો સુધારો (કરેક્શન) આવ્યો છે.

4 / 5
એમ્બિટ કેપિટલનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2032 સુધી દર વર્ષે 6-8 ગીગાવોટ વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) ની માંગ બની રહેશે, જે રિન્યુએબલ એનર્જી (RE-RTC/FDRE) ટેન્ડરોમાંથી આવશે. FY32 પછી ઇન્સ્ટોલેશન 10GW થી ઉપર જઈ શકે છે અને વીજ ઉત્પાદનમાં વિન્ડની હિસ્સેદારી FY32 સુધી 6% થી વધીને 8% અને FY47 સુધી 15% થઈ શકે છે. સુઝલોનની માર્કેટ હિસ્સેદારી FY25 સુધી 32% થી વધીને FY27 પછી 40% થી વધુ થઈ શકે છે, જેને ટર્નકી ક્ષમતાઓ અને ALMM (Approved List of Models and Manufacturers) નિયમો પછી ચીની કંપનીઓની કિંમતમાં મળતી લીડ ઓછી થવાથી મદદ મળશે. એમ્બિટે FY26-30 માટે 15% અને FY30-35 માટે 11% EPS CAGR નો અંદાજ લગાવ્યો છે. FY32 સુધી સુઝલોન લગભગ 20,000 કરોડ રૂપિયાની નેટ કેશ બનાવી શકે છે, જેને BESS (Battery Energy Storage System) જેવા નવા ક્ષેત્રોમાં રોકાણ કરી શકાય છે.

5 / 5
રિપોર્ટનું કહેવું છે કે, ભારતમાં 60-70% વિન્ડ વીજ ઉત્પાદન ચોમાસા દરમિયાન થાય છે, જ્યારે સોલર ઉત્પાદન સૌથી ઓછું હોય છે. ફક્ત સોલર અને બેટરી (BESS) દ્વારા 24×7 વીજળી આપવી મુશ્કેલ છે, કારણ કે તે દિવસમાં એકવાર જ ડિસ્ચાર્જ આપી શકે છે અથવા ઉનાળામાં વધારાનું ઉત્પાદન કરી શકે છે. આથી ભારતના ઊર્જા પરિવર્તનમાં વિન્ડની ભૂમિકા મહત્વની હશે, કારણ કે તે સોલરને દિવસ અને મોસમ બંને સ્તરે સપોર્ટ કરે છે.

Follow Us