
તમને જણાવી દઈએ કે રિટેલ સેગમેન્ટ અંગે નુવામા અને મોતીલાલ ઓસ્વાલે કહ્યું કે નફો મજબૂત રહેશે અને EBITDA 7-10%ના દરે વધશે. Jio પણ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. Jioનો EBITDA 12% અને ARPU 5% વધવાની ધારણા છે. આનાથી Jioના સબ્સ્ક્રાઇબરની ખોટને કારણે થયેલા નુકસાનને દૂર કરવામાં મદદ મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરી હતી કે રોકાણકારોને 1:1 બોનસ શેર આપવામાં આવશે. ઓક્ટોબર મહિનાની 28, 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. શેરની વાત કરીએ તો શુક્રવારે શેર રૂપિયા 2,717.00 પર બંધ થયો હતો.
Published On - 8:53 pm, Fri, 18 October 24