
બોનસ પાછળનો ઉદ્દેશ્ય સ્ટોકમાં તરલતાને પ્રોત્સાહન આપવાનો અને સ્ટોકને વધુ સસ્તું બનાવવાનો છે, જેનાથી શેરધારકોનો આધાર વિસ્તારી શકાય છે.

RIL એ જાહેરાતમાં જણાવ્યું હતું કે, "બોનસ શેરનું ઇશ્યુ અને લિસ્ટિંગ ભારતમાં આગામી તહેવારોની સિઝન સાથે એકરુપ હશે અને અમારા તમામ આદરણીય શેરધારકોને દિવાળીની વહેલી ભેટ હશે." એકવાર RIL બોનસ અસરકારક બની જાય, પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની બજાર કિંમત બોનસના પ્રમાણમાં એડજસ્ટ કરવામાં આવશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.