
બિરલા બંગલો પણ છે શાનદાર : કુમાર મંગલમ બિરલાનું ઘર મુંબઈના મલબાર હિલમાં છે. તેમના નિવાસસ્થાનને 'જટિયા હાઉસ' કહેવામાં આવે છે. આ ઘર ભારતના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. જેની અંદાજિત કિંમત 425 કરોડ રૂપિયા છે. તે એક વિશાળ હવેલી છે. તેમાં વિશાળ બગીચો, સ્વિમિંગ પૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓ છે. જટિયા હાઉસનું નિર્માણ 1920માં થયું હતું. અગાઉ તેની માલિકી સર જમશેદજી ટાટાની હતી. 2016માં બિરલા ગ્રુપે તેને 425 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

અમિતાભ બચ્ચન જલસા ઘરમાં રહે છે : અમિતાભ બચ્ચનના ઘરનું નામ જલસા છે. તે જુહુમાં છે. તે 10,125 ચોરસ ફૂટમાં છે. જેડબ્લ્યુ મેરિયોટ બાજુમાં જ છે. તેમાં સ્ટડી એરિયા, હોમ ઓફિસ અને પર્સનલ જિમ પણ છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

શાહરૂખની હવેલી આવી છે : શાહરૂખ ખાનનું 'મન્નત' બાંદ્રામાં છે. આના પરથી દરિયો સાફ દેખાય છે. આ બંગલો 27,000 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જેમાં પર્સનલ ઓડિટોરિયમ, લાયબ્રેરી, જીમ સહિતની તમામ સુવિધાઓ છે. દરિયાની સામે આવેલી આ ભવ્ય છ માળની ઈમારતની અંદાજિત કિંમત 200 કરોડ રૂપિયા છે.