
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સમાં અંબાણી પરિવારના કુલ 6 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, ઈશા અને અનંત સમાન 80,52,021 શેર ધરાવે છે, જે કંપનીનો 0.12% હિસ્સો છે.

મુકેશ અંબાણીની માતા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી કંપનીમાં 1,57,41,322 શેર અથવા 0.24% હિસ્સો ધરાવે છે. કોકિલાબેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણી પરિવારના સૌથી મોટા શેરહોલ્ડર છે. આ ઉપરાંત કોકિલાબેન Jio Financial Services Limitedમાં પણ મોટો હિસ્સો ધરાવે છે.

કોકિલાબેનની કુલ સંપત્તિ અંદાજે 18,000 કરોડ રૂપિયા છે. તે અંબાણી પરિવારના મૂલ્યો અને તેના સ્વર્ગસ્થ પતિના વિઝનને મૂર્તિમંત કરે છે. તેણી પોતાની સાદગી અને પરોપકારી પ્રવૃત્તિઓથી દેશભરના લાખો લોકોને પ્રેરણા આપે છે.