Sagar Solanki |
Jan 23, 2025 | 10:47 PM
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
તે બંને ભારતના મોટા ઉદ્યોગપતિ છે અને બંને ખૂબ જ વૈભવી જીવન જીવે છે.
ચાલો આજે તમને જણાવીએ કે અંબાણીના ઘર કરતાં અદાણીનું ઘર કેટલું નાનું છે.
મુકેશ અંબાણીના ઘરનું નામ એન્ટિલિયા છે જે મુંબઈમાં આવેલું છે.
અદાણીનો બંગલો દિલ્હીના લુટિયન્સ ઝોન વિસ્તારમાં ભગવાન દાસ રોડ પર આવેલો છે.
ગૌતમ અદાણીના ઘરની કિંમત 400 કરોડ રૂપિયા છે. આ ઘર 3.4 એકરમાં બનેલું છે. અદાણીનું આ ઘર 25000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા 4 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં 27 માળ છે.
મુકેશ અંબાણીની એન્ટિલિયાની કિંમત 15,000 કરોડ રૂપિયાથી વધુ છે.
Published On - 10:46 pm, Thu, 23 January 25