પર્વતીય વિસ્તારોમાં હજુ પણ ખતરો, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વાદળ ફાટવાથી થયેલ તારાજીની તસવીરો

|

Aug 02, 2024 | 2:30 PM

દેશના પર્વતીય પ્રદેશ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બનતા, બન્ને રાજ્યોમાં વ્યાપક તારાજી થવા પામી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં વાદળ ફાટવાને પગલે, જાનમાલને પણ નુકસાન થવા પામ્યું છે. જો કે, હવામાન વિભાગનું માનવું છે કે, આ પર્વતીય પ્રદેશને હજુ પણ રાહત નહીં મળે.

1 / 5
વર્તમાન ચોમાસામાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળના વાયનાડ જેવા પર્વતીય વિસ્તારમાં વાદળ ફાટવાથી વ્યાપક વરસાદને પગલે તારાજી થવા પામી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના પગલે નદીઓમાં આવેલા ભારે પૂરથી કાંઠા વિસ્તારમાં ખાનાખરાબી સર્જી હતી.

2 / 5
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના પગલે, કુલ્લુ, મનાલી અને મંડીમાં ભારે તારાજી થવા પામી હતી. ખાસ કરીને કુલ્લુની નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે નદી કાંઠે આવેલા મકાનો ધરાશાયી થવાની સાથે પૂરના પાણીમાં વહી જવા પામ્યા હતા.

3 / 5
હિમાચલ પ્રદેશમાં કુલ્લુ મનાલી વચ્ચે નદી કાંઠેથી પસાર થતા રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા રોડ પણ ધોવાઈ ગયા હતા. જેના પગલે કુલ્લુ મનાલી વચ્ચેનો વાહન વ્યવહાર અટવાઈ ગયો હતો.

4 / 5
પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાને પગલે, જાન માલને વ્યાપક નુકસાન થવા પામ્યુ હતું. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

5 / 5
કેરળના વાયનાડમાં વરસાદને પગલે થયેલા ભૂસ્ખલનમાં મોટાપાયે જાનમાલને નુકસાન થયું હતું. અનેક માર્ગો નષ્ટ પામ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય લશ્કર દ્વારા તાબડતોબ કામચલાઉ પૂલ તૈયાર કરી દેવામાં આવ્યો હતો. (તસવીર સૌજન્ય-પીટીઆઈ)

Next Photo Gallery