
મનીષ પાંડે અને રોવમેન પોવેલની મેચવિનિંગ ઇનિંગ્સને કારણે KKR એ MI દ્વારા આપવામાં આવેલા 148 રનનો ટાર્ગેટને સરળતાથી હાસલ કર્યો.

આ મેચમાં, KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, મુંબઈએ 20 ઓવરમાં 147/8 બનાવ્યા.

આઠમા નંબર પર બેટિંગ કરવા આવેલા કોર્બીન બોશના કારણે મુંબઈનો સ્કોર 147 સુધી પહોંચ્યો હતો. બોશે 18 બોલમાં 32 રન બનાવ્યા હતા જ્યારે KKR તરફથી સૌરભ દુબે, કાર્તિક ત્યાગી અને કેમેરોન ગ્રીને 2-2 વિકેટ અને સુનીલ નારાયણે 1 વિકેટ લીધી હતી.

પહેલા બેટિંગ કરતા મુંબઈની શરૂઆત નબળી રહી. પાવરપ્લેના 6 ઓવરમાં મુંબઈએ 44 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેમેરોન ગ્રીન અને સૌરભ દુબેએ મુંબઈને શરૂઆતના 2-2 આંચકા આપ્યા હતા.

ઈડન ગાર્ડન્સની સ્લો પીચ પર મુંબઈના બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ રોહિત શર્મા આક્રમક બેટિંગ કરી રહ્યો હતો તેથી એવું માનવામાં આવતું હતું કે રોહિત મોટો સ્કોર કરી શકે છે.

રોહિતે શર્માએ 4થા ઓવરની 3જી બોલ પર સિક્સ માર્યો હતો. બોલર સૌરભ દુબે હતો. પરંતુ તે જ ઓવરમાં સૌરભ દુબેએ રોહિતને એક સ્લો બોલ નાખ્યો. શોટ મારવાના પ્રયાસમાં બોલ હવામાં ગયો અને રોહિત શર્મા કેચ આઉટ થઈ ગયો.

15 રન પર રમતો રોહિત શર્મા સેટ દેખાઈ રહ્યો હતો. પરંતુ મહત્વની ક્ષણે તેની વિકેટ પડી અને મુંબઈની બેટિંગ લથડી ગઈ.