Gujarati NewsPhoto galleryManufacturing by Dahod will be written on the 9000 HP locomotive engine that can pull 4600 tons and run at speed of 75 kmph
4600 ટન વજન ખેંચીને 75 કિ.મી.ની ઝડપે દોડનારા 9000 HPના લોકોમોટિવ એન્જિન ઉપર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ઘૂળ ચટાડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે, 9000 એચપીના 6 એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી. કલાક રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં આ એન્જિનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.
5 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટના નિર્માણ થયું છે, જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.