
બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરીએ મતદાન કર્યુ છે. પાલનપુર આદર્શ હાઇસ્કુલમાં તેમણે મતદાન કર્યુ છે. સાથે ધારાસભ્ય અનિકેતન ઠાકરે પણ મતદાન કર્યુ. રેખાબેન ચૌધરીએ રાષ્ટ્રહિત માટે મત આપવા અપીલ કરી.

સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યુ છે. હળવદ તાલુકાના કેદારીયા ગામેથી તેમણે મતદાન કર્યુ છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન કેદારીયા પ્રાથમિક શાળામાથી મતદાન કર્યુ.

પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યુ. પરિવાર સાથે કરોલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ. મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી.

કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું હતુ. રોડવાવડી ગામે પ્રાથમિક શાળાએ પહોંચી તેમણે મતદાન કર્યુ. પિતા વિરજી ઠુમર અને પુત્રી જેની ઠુમર સાથે મતદાન કર્યુ. જેની ઠુમમરે જીતનો કર્યો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Published On - 9:49 am, Tue, 7 May 24