સાળંગપુર જવા માટે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતની ટ્રેનનું આ છે લિસ્ટ, આટલી ટ્રેનો તમને પહોંચાડશે સાળંગપુર ધામ

કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય તો લોકોનો પહેલો ઓપ્શન ટ્રેન જ હોય છે અને તે ભાડાની દ્રષ્ટીએ આમ જનતાને પરવડે છે. તો આજે અમે તમને સાળંગપુરની ટ્રેનો વિશે જણાવશું.

| Updated on: Feb 27, 2024 | 11:31 AM
4 / 7
સાઉથ ગુજરાતમાંથી એક ત્રીજી ટ્રેન છે જે અઠવાડિયાના સાતે સાત વારે સેવા પુરી પાડે છે. જે મુંબઈથી ભાવનગર સુધી ચાલે છે. અમદાવાદ પછી તે સુ.નગર, લિમડી, રાણપુર થઈને બોટાદ પહોંચાડે છે.

5 / 7
હવે સૌરાષ્ટ્ર તરફથી જતી ટ્રેનોની વાત કરીએ તો ઓખાથી ભાવનગરની ટ્રેન વચ્ચે 35થી પણ વધારે સ્ટોપ લે છે. ઓખા થી ભાવનગર જવા માટે જનરલ ટિકિટ 160 રૂપિયા છે. નાના-મોટા દરેક સ્ટેશને આ ટ્રેન ઉભી રહે છે. દ્વારકા, ખંભાળિયા, હડમતિયા, રાજકોટ, થાન, મુલી રોડ, વઢવાણ, લિમડી, બોટાદ જેવા સ્ટેશનો પર સ્ટોપ આપેલા છે.

6 / 7
રાજકોટથી જવા માટે પણ આ ટ્રેનની સગવડ સારી છે. આ ટ્રેન વાંકાનેર પણ સ્ટોપ થાય છે. તેથી મોરબીના લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે.

7 / 7
આ બધી ટ્રેનો બોટાદ સુધી સગવડ આપે છે. પરંતુ બોટાદથી તમારે સાળંગપુર પહોંચવા માટે ઓટો રિક્ષા કે લોકલ સરકારી બસની સેવા લેવી પડે છે અથવા તો છકડો રિક્ષાની મજા લઈને જુની યાદો તાજી કરી શકાય છે. આમ સાળંગપુર પહોંચવા માટે આ 3 ઓપ્શન છે.

Published On - 10:44 am, Tue, 27 February 24