સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા ગોમતી ઘાટ રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠ્યો, જુઓ ફોટા
વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. જેનું લોકાર્પણ 25 તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. લોકાર્પણ પહેલા લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
1 / 5
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો.રંગેબેરંગી લાઇટના પ્રકાશથી ગોમતીઘાટ ઝળહળી ઉઠ્યો હતો.
2 / 5
ગોમતી ઘાટ ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો.
3 / 5
ગોમતી ઘાટ ખાતેનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને અહીંયા વિશાળ સંખ્યામાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
4 / 5
સિગ્નેચર બ્રીજના લોકાર્પણ પહેલા ગોમતી ઘાટની સાથે આસપાસના વિસ્તારમાં આવેલા વૃક્ષોને પણ રંગેબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યા હતા.
5 / 5
ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ રંગબેરંગી લાઈટથી વાતાવરણ નયનરમ્ય બન્યુ હતુ.