ICICI બેંકમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદશે LIC, રિઝર્વ બેંકે આપી લીલી ઝંડી

દેશની સૌથી મોટી વીમા કંપની LIC હવે દિગ્ગજ ખાનગી બેંક ICICI બેંકમાં પોતાની ભાગીદારી વધારવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ LIC ને પેઇડ-અપ શેર કેપિટલ અથવા વોટિંગ રાઇટ્સમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદો પૂર્ણ કરવા માટે LIC ને 1 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

| Updated on: Sep 05, 2026 | 9:48 PM
1 / 6
ભારતની અગ્રણી ખાનગી બેંકોમાં સ્થાન ધરાવતી ICICI બેંકમાં હવે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) પોતાની હિસ્સેદારી વધારવા જઈ રહી છે. બેંક દ્વારા શેરબજારોને આપવામાં આવેલી સત્તાવાર રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ LIC ને ICICI બેંકની પેઇડ-અપ શેર મૂડી અથવા વોટિંગ અધિકારોમાં 9.99 ટકા સુધીનો હિસ્સો હસ્તગત કરવાની મંજૂરી આપી દીધી છે.

2 / 6
RBI ની કડક શરતો સાથે મળી મંજૂરી: ICICI બેંકને 4 સપ્ટેમ્બર 2026 ની રાત્રે રિઝર્વ બેંકનો આ મંજૂરી પત્ર પ્રાપ્ત થયો હતો. RBI ના આદેશ અનુસાર: LIC ને આ હિસ્સેદારી વધારવા માટે 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે. જો વીમા કંપની નિર્ધારિત 1 વર્ષની સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરી શકે, તો RBI દ્વારા અપાયેલી આ મંજૂરી આપોઆપ રદ ગણાશે. આ ઉપરાંત, સમગ્ર ડીલ સંબંધિત તમામ વૈધાનિક અને નિયમનકારી ધારાધોરણોના ચુસ્ત પાલનની શરતે આ મંજૂરી આપવામાં આવી છે.

3 / 6
IT શેરોમાં રોકાણથી થયો હતો બમ્પર નફો: ICICI બેંકમાં મોટા રોકાણનો આ નિર્ણય LIC ના તાજેતરના સફળ નાણાકીય પ્રયોગો બાદ લેવામાં આવ્યો છે. આ મંજૂરીના લગભગ એક મહિના અગાઉ LIC એ દેશના IT સેક્ટરના શેરોમાં મોટો દાવ લગાવીને જંગી નફો કમાયો હતો.

4 / 6
જ્યારે વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના લીધે આઈટી સેક્ટરમાં નોકરીઓ પર જોખમની ચિંતા વચ્ચે ઘટાડો ચાલી રહ્યો હતો, ત્યારે LIC એ વિપરિત વલણ અપનાવીને ભારતની ટોચની ત્રણ IT કંપનીઓમાં રોકાણ વધાર્યું હતું. આ વ્યૂહાત્મક પગલાથી કંપનીને માત્ર 35 દિવસમાં ₹21,000 કરોડથી વધુનો નફો થયો હતો.

5 / 6
માત્ર ગણતરીના સપ્તાહોમાં ₹21,032 કરોડનો ફાયદો: અહેવાલો અનુસાર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ (Infosys) અને HCL ટેક્નોલોજીસ (HCL Tech) માં LIC નું રોકાણ અત્યંત નફાકારક સાબિત થયું: જૂન 2026 ના અંતે આ ત્રણ દિગ્ગજ આઈટી કંપનીઓમાં LIC ના રોકાણની કુલ માર્કેટ વેલ્યૂ ₹1.05 લાખ કરોડ હતી. ઓગસ્ટની શરૂઆત સુધીમાં આ શેરોમાં આવેલા જોરદાર ઉછાળાના પરિણામે આ આંકડો વધીને ₹1.26 લાખ કરોડ પર પહોંચી ગયો હતો. આમ, ગણતરીના દિવસોમાં LIC ને પેપર પર ₹21,032 કરોડનો નફો થયો હતો. આ સફળતા બાદ હવે સંસ્થાકીય રોકાણકાર તરીકે LIC બેન્કિંગ ક્ષેત્રે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી રહી છે.

6 / 6
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Follow Us
Loading...
Unable to load recommendations.