કાનુની સવાલ : 5 વર્ષ કામ કર્યા પછી પણ જો તમારી કંપની તમારી ગ્રેચ્યુટી રોકી રાખે તો તમારે શું કરવું જોઈએ? તમારા કાનૂની અધિકારો વિશે જાણો

કોઈ પણ કંપનીમાં 5 વર્ષથી વધારે કામ કર્યા પછી ગ્રેચ્યુઇટી આપવામાં આવે છે. સામાન્ય રીતે, આ કંપની દ્વારા આપવામાં આવતો નાણાકીય લાભ છે. જોકે, જો તમારી કંપની પાંચ વર્ષના કામ પછી પણ તમને ગ્રેચ્યુઇટી ન આપે તો તમે શું કરી શકો?

| Updated on: Oct 06, 2025 | 7:18 AM
1 / 13
 જ્યારે તમે કોઈ કંપનીમાં કામ કરો છો. તો તમારા  CTCનો એક ભાગ ગ્રેચ્યુટી તરીકે આપવામાં આવે છે. કોઈ પણ કર્મચારી કોઈ કંપનીમાં સતત 5 વર્ષ સુધી કામ કર્યા બાદ ગ્રેચ્યુટી માટે પાત્ર બની જાય છે ગ્રેચ્યુટીની રકમને કૈલકુલેટ બેસિક સેલેરી અને મોંઘવારીના ભથ્થા(DA)ના આધાર પર આપવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રેચ્યુટીના ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ ત્યારે  કરવામાં આવે છે. જ્યારે કર્મચારી કોઈ કંપનીમાં 5 વર્ષ પુરા કર્યા બાદ કંપની છોડી દે છે. ત્યારે તેને આપવામાં આવે છે.

2 / 13
1972ના Payment of Gratuity Act મુજબ કંપનીઓએ 30 દિવસની અંદર ગ્રેચ્યુટી ચૂકવવી જરૂરી છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં, કંપનીઓ કર્મચારી કાયદેસર રીતે ગ્રેચ્યુટી મેળવવાનો હકદાર હોવા છતાં પણ ગ્રેચ્યુટી ચૂકવવાનો ઇનકાર કરે છે.

3 / 13
આવી પરિસ્થિતિમાં કર્મચારી કંપનીને કાનુની નોટિસ મોકલી અને ટર્મિનેશન લેટરની સાથે 90 દિવસની અંદર ગ્રેચ્યુટી અધિનિયમ હેઠળ કંટ્રોલિંગ અથોરિટીની પાસે  ટર્મિનેશન લેટર સાથે દાવો દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરી શકે છે. કાનુની સવાલની સીરિઝમાં અમે તમને સમજાવીશું કે જો તમારી કંપની તમારી ગ્રેચ્યુટી ચૂકવવાનો ઇનકાર કરે તો તમારે કયા પગલાં લેવા જોઈએ અને તમારા અધિકારોનું રક્ષણ કેવી રીતે કરવું.

4 / 13
જો તમારી કંપની ગ્રેચ્યુટીનું પેમેન્ટ કરવાની ના પાડે છે અને પૈસા આપવાનું મોડું કરે છે. તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવો જોઈએ.કાનૂની કાર્યવાહી કરતા પહેલા, ગ્રેચ્યુટી ચુકવણી માટે તમારી કંપનીને હેન્ડરિટેન રિકવેસ્ટ મોકલો. રિટાયમેન્ટ અથવા રાજીનામાનો લેટર, પગારની રિસીપ અને અન્ય સેવા પ્રમાણપત્રો જેવા સંબંધિત ડોક્યુમેન્ટને અટેચ કરો.

5 / 13
જો કંપની તમારા ક્લેમનો જવાબ આપતી નથી. અને તેને રિજેક્ટ કરી નાંખે છે. તો તમે તમારા એરિયામાં ગ્રેચ્યુટી કંટ્રોલિંગ અથોરિટીની પાસે ફરિયાદ નોંધી શકો છો. આ સામાન્ય રીતે લેબર કમિશ્નર કે ગ્રેચ્યુટી ચુકવણી કાયદા હેઠળ એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. તમારે ફોર્મ I ભરીને કંટ્રોલિંગ ઓથોરિટીને સબમિટ કરવું પડશે. કંપનીએ અરજી મળ્યાના 30 દિવસની અંદર ગ્રેચ્યુટી ચૂકવવી જરૂરી છે.

6 / 13
જો કંપની તેમ છતાં પેમેન્ટ કરવાની ના પાડી દે છે. તો તમે લેબર કમીશ્નરની પાસે ફરિયાદ કરી શકો છો. તે આ સમગ્ર મામલાની તપાસ કરશે અને કંપનીનો ગ્રેચ્યુટી આપવા માટે નિર્દેશ જાહેર કરશે.

7 / 13
જો લેબર કમિશ્નર દ્વારા પણ તમારું કામ થતું નથી. તો તમે લેબર કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો. કોર્ટ કંપનીને વ્યાજ સાથે ગ્રેચ્યુઇટી ચૂકવવાનો આદેશ આપી શકે છે અને ચૂકવણી ન કરવા બદલ દંડ પણ લગાવી શકે છે.

8 / 13
કર્મચારીઓ પાસે ક્યાં ક્યાં કાનુની અધિકારો છે. ચાલો જાણીએ. જો કોઈ કંપની ગ્રેચ્યુટી આપવાનું મોડું કરે છે. તો તેને સરકાર દ્વારા નિર્ધારિત દર પર વ્યાજ આપવું પડશે.

9 / 13
ગ્રેચ્યુટી ન આપનાર કંપની પર 10,000 રુપિયા સુધીનો દંડ પણ લગાવી શકે છે. કે પછી 6 મહિનાસુધીની જેલની સજા પણ થઈ શકે છે. જો કોઈ કર્મચારીનું મૃત્યું થાય છે. તો નોમિની કે કાનુની ઉત્તરાધિકારીને ગ્રેચ્યુટીનો દાવો કરવાનો અધિકાર મળી જાય છે.

10 / 13
ગ્રેચ્યુટી ચુકવણી અધિનિયમ 1972ની કેટલીક શરતો વિશે આપણે વાત કરીએ તો.ભારતમાં ગ્રેચ્યુઇટીની ચુકવણી  ગ્રેચ્યુટી અધિનિયમ 1972 હેઠળ આપવામાં આવે છે. આ લાભએ કર્મચારીઓને આપવામાં આવે છે. જેને કોઈ કંપનીમાં સતત 5 વર્ષ સુધી કામ કર્યું હોય.

11 / 13
ગ્રેચ્યુઇટી ફેક્ટરીઓ, ખાણો, તેલ ક્ષેત્રો, પ્લાન્ટેશન, બંદરો, રેલ્વે, દુકાનો અથવા 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા અન્ય મથકોમાં કામ કરતા કર્મચારીઓને લાગુ પડે છે.તાજેતરના સુધારા મુજબ, કર્મચારીને મહત્તમ કરમુક્ત ગ્રેચ્યુઇટી 20 લાખ રૂપિયા મળી શકે છે.

12 / 13
ગ્રેચ્યુટી કંપની ક્યારે રિજેક્ટ કરી શકે છે? કંપનીને ગ્રેચ્યુટી ન આપવાનો અધિકાર ત્યારે છે. જ્યારે કર્મચારીએ ખોટું કામ કર્યું હોય. જેમ કે, દગો, છેતરપિંડી કોઈ હિંસા, આ સિવાય જો કર્મચારી લાપરવાહી કે જાણીજોઈને કંપનીની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે. તો તેને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવે છે.

13 / 13
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

Follow Us