
મહત્વપૂર્ણ ચુકાદાઓ: Amardeep Singh v. Harveen Kaur 2017 કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, જો બંને પક્ષો પૂરા દિલથી છૂટાછેડા ઇચ્છે છે તો કોર્ટ 6 મહિનાનો સમયગાળો માફ કરી શકે છે.

Contested Divorce: જ્યારે સંબંધ સંઘર્ષથી ભરેલો હોય- જ્યારે કોઈ એક પક્ષ છૂટાછેડા ઇચ્છતો નથી અથવા પરસ્પર સંમતિ ન હોય ત્યારે મામલો વિરોધી છૂટાછેડા સુધી પહોંચે છે. આમાં છૂટાછેડા માટે કેટલાક કાનૂની આધારો છે. જેમ કે, વ્યભિચાર, ત્યાગ (બે વર્ષ માટે અલગ થવું), માનસિક બીમારી, ચેપી રોગ, ધાર્મિક પરિવર્તન, 7 વર્ષ માટે ગાયબ રહેવું. આ પ્રક્રિયામાં ફરિયાદીએ કોર્ટમાં પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવાના હોય છે. આમાં ઘણો સમય લાગે છે અને કાનૂની ખર્ચ પણ વધુ થાય છે.

મહત્વપૂર્ણ ચુકાદાઓ: Samar Ghosh v. Jaya Ghosh (2007) માનસિક ક્રૂરતા સમજાવી. Naveen Kohli v. Neelu Kohli (2006) કોર્ટે છૂટાછેડા માટે 'લગ્નનું અવિશ્વસનીય ભંગાણ' ને કારણ ગણાવ્યું. K. Srinivas Rao v. D.A. Deepa (2013) ખોટા કેસ અને ઘરેલુ હિંસાના દુર્વ્યવહારને માનસિક ક્રૂરતા માનવામાં આવતી હતી.

બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે?: Mutual Divorceમાં બંનેની પરસ્પર સહમતિ હોય છે. તેને 6 થી 12 મહિના વિચારવા માટે સમય આપવામાં આવે છે. ખર્ચો સાવ ઓછો હોય છે. સ્ટ્રેસ પણ થતો નથી. કોઈ પ્રુફની જરુર પડતી નથી. કોર્ટની પ્રક્રિયા સાવ સરળ હોય છે જલદી કેસ પતી જાય છે.

Contested Divorceમાં જોઈએ તો એક પક્ષ રાજી હોય છે જ્યારે એક પક્ષને છુટાછેડા નથી લેવા હોતા. તેને 2 થી 5 વર્ષ સુધી સમય લાગી શકે છે. પતિ-પત્ની સ્ટ્રેસ વધારે લે છે અને આમાં ખર્ચો પણ વધારે થાય છે. આમાં સાબિતીઓ આપવી પડે છે. કોર્ટ પ્રક્રિયા જટીલ બનતી જાય છે.

જો બંને પક્ષો એકબીજાને આદર સાથે અલગ થવા દે તો પરસ્પર છૂટાછેડા એ સૌથી સરળ, ઝડપી અને ઓછામાં ઓછો ખર્ચાળ રસ્તો છે. પરંતુ જ્યારે આરોપો, ભાવનાત્મક ઘા અને કાનૂની વિવાદો અમલમાં આવે છે, ત્યારે વિવાદિત છૂટાછેડા એક લાંબી, કંટાળાજનક પ્રક્રિયા બની જાય છે.