
દહેજ ઉત્પીડનનો દુરુપયોગ (કલમ 498A): દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં 498A ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યાં ખોટા આરોપો લગાવતી મહિલાઓ વાસ્તવિક પીડિતોને ન્યાય મેળવવામાં અવરોધે છે.

હાલના ઉદાહરણો જોઈએ તો: દિલ્હી-એક મહિલાએ તેના વિરોધી પર તેની 5 વર્ષની પુત્રી પર રેપ કરવાનો ખોટો આરોપ લગાવ્યો. જેથી તેને મિલકતના વિવાદમાં ફસાવી શકાય. કોર્ટે તેને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો અને મહિલા પર ₹1 લાખનો દંડ ફટકાર્યો.

બરેલી: એક મહિલાએ ખોટો રેપ અને અપહરણનો કેસ દાખલ કર્યો. જેના કારણે એક નિર્દોષ પુરુષને જેલમાં મોકલી દેવામાં આવ્યો. કોર્ટે મહિલાને સાડા ચાર વર્ષની સજા ફટકારી અને ₹5.88 લાખનો દંડ ફટકાર્યો.

નવી દિલ્હી: એક મહિલાએ તેના સાસરિયાઓ પર ઘરેલુ હિંસા અને છેડતીના ખોટા આરોપો લગાવ્યા હતા. કોર્ટે મહિલાને ₹2 લાખનો દંડ ફટકાર્યો. જે સાસરિયાઓને વળતર તરીકે આપવામાં આવ્યા.

જો કોઈ મહિલા ખોટો કેસ દાખલ કરે છે અને તે કોર્ટમાં સાબિત થાય છે, તો તેને જેલ, દંડ અને માનહાનિ જેવા ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આવા કિસ્સાઓમાં કોર્ટ કડક વલણ અપનાવે છે. જેથી કાયદાનો દુરુપયોગ ન થાય અને નિર્દોષ લોકોને ન્યાય મળી શકે.(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)