
ફરિયાદ ક્યાં કરવી?: તમે નજીકના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકો છો. તમે મહિલા હેલ્પલાઇન નંબર 181 પર કૉલ કરી શકો છો. તમે મહિલા આયોગ અથવા દહેજ પ્રતિબંધ અધિકારીનો સંપર્ક કરી શકો છો. તમે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી શકો છો.

મહત્વપૂર્ણ બાબતો: જો કરિયાવર સ્વેચ્છાએ આપવામાં આવે તો તેને દહેજ ગણવામાં આવશે નહીં. પરંતુ જો તે વરરાજાના પરિવારના કોઈપણ દબાણ, પરંપરા, રિવાજ અથવા માંગણીને કારણે આપવામાં આવે છે તો તેને 'દહેજ' ગણવામાં આવશે અને તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. દહેજ આપવું અને લેવું બંને ગુના છે અને બંને પક્ષો સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
Published On - 2:37 pm, Thu, 20 February 25