
એવી સ્થિતિ ઉભી થાય તે ખાલી અલગ રહેવા જ માગતા હોય તો કોર્ટ જવાની જરુર નથી. પરસ્પર સંમતિ થી સમજદારીથી અલગ રહી શકે છે. Alimony, Maintenance અને Child Custody જોતી હોય તો કોર્ટ જવું જરુરી છે. Legal separationના ડોક્યુમેન્ટ્સ જોતા હોય તો કોર્ટની જરુર પડે છે. છેલ્લે જો સાવ અલગ જ રહેવું હોય તો એટલે કે ડિવોર્સ જ જોતા હોય તો કોર્ટ જવું જરુરી બને છે.

Legal Separation કેમ લેવામાં આવે છે? : જ્યારે કોઈ વ્યક્તિ ડિવોર્સ લેવા માંગતી નથી પણ સાથે રહેવા પણ માંગતી નથી. બાળકો અથવા મિલકત અંગે સ્પષ્ટ કરાર જરૂરી છે. સામાજિક/ધાર્મિક કારણોસર છૂટાછેડા લેવા માંગતા નથી, પરંતુ લગ્નજીવન ચાલુ રાખવા માંગતા નથી. ત્યારે Legal Separation લેવા જરુરી છે.

જો તમે ફક્ત અલગ રહેવા માંગતા હો તો કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી. જો તમે ઇચ્છો છો કે તમારું અલગ થવું કાયદેસર રીતે માન્ય રહે, તો તમે કાનૂની અલગતા માટે કોર્ટમાં અરજી કરી શકો છો. જો મિલકત, બાળકો અથવા ખર્ચ અંગે વિવાદ હોય તો કોર્ટ અંતિમ ઉકેલ આપે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)