
2017માં નીચલી કોર્ટે આરોપીને IPC અને POCSO એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો અને તેને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી. પરંતુ હાઈકોર્ટે આ સજા રદ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે એવા કોઈ સંજોગો મળ્યા નથી, જે દર્શાવે છે કે તેનો વાસ્તવિક ઈરાદો પીડિતા સાથે જાતીય સંપર્ક સ્થાપિત કરવાનો હતો.

હાઈકોર્ટે કહ્યું, "'આઈ લવ યુ' જેવા શબ્દો પોતે જ જાતીય ઇચ્છા (અભિવ્યક્તિ) ગણાશે નહીં, જેમ કે વિધાનસભા દ્વારા કલ્પના કરવામાં આવી છે." હાઈકોર્ટે કહ્યું કે જો 'આઈ લવ યુ' કહેવા પાછળ જાતીય હેતુ હોય, તો તેને સાબિત કરવા માટે કેટલાક નક્કર અને વધારાના સંકેત હોવા જોઈએ, ફક્ત આ કહેવું પૂરતું નથી.

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ જ્યારે છોકરી શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તે વ્યક્તિએ તેનો હાથ પકડ્યો, તેનું નામ પૂછ્યું અને કહ્યું "આઈ લવ યુ". છોકરી ત્યાંથી ભાગવામાં સફળ રહી અને ઘરે ગઈ અને તેના પિતાને ઘટના વિશે જણાવ્યું, ત્યારબાદ FIR નોંધવામાં આવી.

હાઈકોર્ટે કહ્યું કે, આ કેસ છેડતી કે જાતીય સતામણીના દાયરામાં આવતો નથી. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "જો કોઈ વ્યક્તિ કહે છે કે તે કોઈને પ્રેમ કરે છે અથવા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, તો ફક્ત આ કહેવાથી તેને કોઈપણ પ્રકારના જાતીય ઈરાદા તરીકે જોઈ શકાય નહીં."

કોઈ વ્યક્તિ જો વારંવાર આવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે. પોતાની લાગણીઓ વારંવાર બીજા સમક્ષ રાખે છે તો સામે વાળી વ્યક્તિને માનસિક તકલીફ પહોંચે છે. આ Mental Harassmentના કિસ્સામાં આવે છે. તો માનસિક રીતે પીડાતી વ્યક્તિ Mental Harassmentનો કેસ કરી શકે છે. એટલે કોર્ટે ચુકાદો આપ્યો તો એનો મતલબ એવો નથી થતો કે તમે ગમે ત્યારે તેને I Love you જેવા શબ્દો બોલીને માનસિક પીડા ન આપી શકો. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)