
ટ્રેન નંબર : 22967 પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે. અમદાવાદથી 16.35એ ઉપડે છે અને પ્રયાગરાજ બીજે દિવસે 16.50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન ગુરુવારે ચાલે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. અમદાવાદથી સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, મહીયર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

ટ્રેન નંબર : 19435 અમદાવાદથી પ્રયાગરાજ સુધીની ટ્રેન છે. જે અમદાવાદથી 00.35 કલાકે ઉપડે છે અને બીજે દિવસે 07.18 એ પ્રયાગરાજ પહોંચાડે છે. આખા રુટમાં તે અંદાજે 1645 જેટલું અંતર કાપે છે. આ ટ્રેન પણ MP થઈને જાય છે. સુરત, નંદુરબાર, ખરગપુર, બન્દા, ચિત્રકુટ થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

ટ્રેન નંબર : 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેન ઓખાથી 14.05 એ ઉપડે છે. દ્વારતા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), રતલામ, કોટા, આગ્રા, કાનપુર, થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. આ ટ્રેન બીજે દિવસે 22.50 કલાકે પહોંચાડે છે.
Published On - 2:53 pm, Wed, 11 December 24