
ક્રિકેટની દુનિયાનો ડાબા હાથના ફાસ્ટ બોલર બનવાની ઈચ્છા સાથે ક્રિકેટ જગતમાં પ્રવેશ કરનાર ક્રેન્સ હવે ડાબા હાથના ચાઇનામેન ગુગલી સ્પિનર બનીને પોતાના માતાપિતાનું નામ રોશન કરી રહ્યા છે.

માળિયાથી હૈદરાબાદ પહોંચવા માટે ક્રેન્સ અને તેમના પરિવારને જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે.માળીયા હાટીનાનો ક્રિકેટર ક્રેન્સ ફુલેટ્રાને પિતા ક્રિકેટ રમાડતા હતા. ત્યારબાદ તેનો પરિવાર રાજકોટ શીફટ થયો હતો. અંડર 14માં ચાઈનામેન તરીકે પસંદગી થઈ હતી.

ક્રિકેટર ક્રેન્સ ફુલેટ્રાના નામ પાછળ રસપ્રદ વાત છે. જુઓ ક્રિકેટર ક્રેન્સ ફુલેટ્રાનો પરિવાર

તેની આંગળીઓએ તેને તેની ઊંચાઈ કરતાં વધુ સ્પિનર બનવામાં મદદ કરી અને થોડા વર્ષોની સખત તાલીમ અને સખત મહેનત પછી, ક્રેન્સ ફુલેટ્રા ડાબા હાથનો ચાઇનામેન બોલર બન્યો

અંડર 16માં રમ્યો પરંતુ સ્ટેટમાં રમી શક્યો ન હતો.અંડર 23માં પણ સારું રમી શક્યો ન હતો. ત્યારબાદ દરરોજની 8 કલાક મહેનત કરતો હતો. ક્રેન્સ ફુલેટ્રાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

અંડર 23માં મને વિશ્વાસ ન હતો કે, મને ડિસ્ટ્રીકમાં રમાડશે. પરંતુ હું આ દરમિયાન સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો હતો. ત્યારબાદ વિજય હજારે ટ્રોફી રમવા માટેનો ફોન આવ્યો અને ડેબ્યુ થયું હતુ.

ગત વર્ષે હું સનરાઈઝર્સ હૈદરાબાદનો નેટ બોલર રહ્યો હતો. મારો સારો અનુભવ રહ્યો છે. મુશ્તાક અલી ટ્રોફી પણ રમી ચૂક્યો છું. અમે લોકો જ્યારે તેહવારો હતા ત્યારે ફરવા ન જતાં પરંતુ અમે ગામડે જતાં હતા.

મારા પિતા હંમેશા એવું કહેતા હતા કે, તું ક્યારે ટીવી પર આવીશ, અને હું આનાથી દુખી હતી.મારા પિતા પાસે એક જવાબ હતો 2-3 વર્ષ રાહ જો આવી જઈશ. અને હવે ફાઈનલી હું ટીવીમાં આવી ગયો છું.

અમિત શુક્લા મારા કોચ છે.આઈપીએલ 2026ના ઓક્શનમાં હું ખુબ જ ઉત્સાહિત હતો કારણ કે, આ ઓક્શન મારા માટે પહેલું હતુ. ઓક્શનના દિવસે મે ટીવી જોય ન હતી હું પ્રેક્ટિસ કરતા ગયો હતો.

જ્યારે હું સાડા સાત વાગ્યે ઘરે આવ્યો તો હું લિફ્ટમાં હતો. ત્યારે બધા ઓક્શન જોતા હતા અને ઘરે સેબ્રેશન કરી રહ્યા હતા. બધા રડી રહ્યા હતા.

જયદેવ ઉનડકટનો સૌથી પહેલા મેસેજ આપ્યો હતો.જયદેવ ઉનડકટ મારા માટે ભગવાન સમાન છે.

તમને જણાવી દઈએ કે, ક્રેન્સનું નામ તેના પરિવારે ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ ક્રેઈનર્સ્ પરથી રાખ્યું છે.