
EMUનો વિકાસ ત્યારે થયો જ્યારે સીડીઓ, ખાસ કરીને રસ્તાના લેવલ પર બનાવવામાં આવેલા સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવ્યા. આમાંથી સંશોધિત થયેલી MEMU ની શરૂઆત થઈ. MEMU નો અર્થ મેઈનલાઈન ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ છે.

DEMU : DEMU ટ્રેનો એવા વિસ્તારોમાં ચલાવવામાં આવે છે જ્યાં ઇલેક્ટ્રિક વાયર પહોંચી શકતા નથી. તે એક પ્રકારની બહુવિધ-યુનિટ ટ્રેન છે, જે ઓન-બોર્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. આને અલગ લોકોમોટિવની જરૂર હોતી નથી. કારણ કે તેમનું એન્જિન ગાડીમાં જ લાગેલું હોય છે.

ભારતીય રેલવેની માહિતી અનુસાર MEMU ટ્રેનો ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આવેલા સ્ટેશનો સાથે ડિઝાઇન કરવામાં આવી હતી. જ્યારે EMUs શહેરી અને અર્ધ-શહેરી સ્થળો માટે ડિઝાઇન કરવામાં આવી હતી.