Nirmala Sitharaman Family Tree : નિર્મલા સીતારમણનો જમાઈ છે ગુજરાતી, પુત્રીના લગ્ન આ વર્ષે રહ્યા છે ચર્ચામાં, જાણો સેલ્સવુમનથી નાણામંત્રી સુધીની સફર વિશે
નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 18 ઓગસ્ટે 64 વર્ષના થયા છે. સેલ્સવુમનથી લઈને ભારતના નાણામંત્રી બનવા સુધીની તેણીની સફર ઘણી રસપ્રદ રહી છે. તેમના 64માં જન્મદિવસ પર, ચાલો આપણે નિર્મલા સીતારમણના પરિવાર પર એક નજર કરીએ.
1 / 9
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમની ભૂમિકા મહત્વની હતી. 2016માં નિર્મલા સીતારમણને સ્વતંત્ર પ્રભારી હેઠળ રાજ્યકક્ષાનું મંત્રી પદ મળ્યું હતું. એનડીએની સરકાર બની ત્યારે તેમને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2017માં તેમણે રક્ષા મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ પૂર્ણકાલિન મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા. જ્યારે 2019માં નાણામંત્રીનું પદ સોંપવામાં આવ્યું હતું. નિર્મલા સીતારમણ ઈન્દિરા ગાંધી પછી બીજા મહિલા સંરક્ષણ મંત્રી અને પ્રથમ પૂર્ણકાલીન મહિલા સંરક્ષણ મંત્રી બન્યા.
2 / 9
નિર્મલા સીતારમણના સાસરિયાઓ રાજકારણ સાથે જોડાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના સાસુ આંધ્ર પ્રદેશમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના સસરા પરકલા શેશાવતારમ કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને પ્રજા રાજ્યમ પાર્ટીમાં જોડાયા હતા. ચાલો આજે નિર્મલા સીતારમણના પરિવાર વિશે વાત કરીએ.
3 / 9
18 ઓગસ્ટ 1959ના રોજ મદુરાઈમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નિર્મલા સીતારમણના પિતા રેલ્વેમાં નોકરી કરતા હતા અને માતા ગૃહિણી હતી. સીતાલક્ષ્મી કોલેજ, તિરુચિરાપલ્લીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, તેણી એમ ફિલ માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ગયા હતા. ત્યાં તેની મુલાકાત પરકલા પ્રભાકર સાથે થઈ. આ પછી બંનેએ વર્ષ 1986માં લગ્ન કરી લીધા.
4 / 9
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરને પણ ખૂબ જ સાદગી પસંદ છે. તેઓ જાણીતા અર્થશાસ્ત્રી છે. તેઓ કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. તેમણે 2014 થી 2018 સુધી આંધ્ર પ્રદેશ સરકાર સાથે પણ કામ કર્યું છે.
5 / 9
6 / 9
નાણા પ્રધાન તરીકે, નિર્મલા સીતારમણે માત્ર બેંક મર્જરનો નિર્ણય જ લીધો ન હતો, પરંતુ ટેક્સ સ્લેબ અને ક્રિપ્ટોકરન્સી પર કરવેરા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા હતા. સીતારમણે લંડનમાં પ્રાઇસ વોટરહાઉસમાં સંશોધન અને વિશ્લેષણમાં વરિષ્ઠ મેનેજર તરીકે કામ કર્યું છે.
7 / 9
નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયી અને પ્રતીક દોશીના લગ્ન આ વર્ષે ખુબ ચર્ચામાં રહ્યા હતા. દેશના નાણાપ્રધાનની પુત્રીના લગ્ન ખૂબ જ સાદાઈથી કર્યા હતા. દિકરીના લગ્ન તેમના બેંગ્લોરના ઘરે સાદગીપૂર્ણ રીતે થયા હતા, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. પરકલા અને પ્રતિકે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કર્યા.
8 / 9
પરકલા વાંગમયી દેશના વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી છે. પરકલાનો જન્મ 20 મે 1991ના રોજ ચેન્નાઈમાં થયો હતો. પારકલા પાસે બેચલર ઓફ આર્ટસ અને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી છે. તેણે પોતાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યો છે. આ સિવાય તેમણે અમેરિકાના મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે. નાણામંત્રીની પુત્રીના લગ્ન સમારોહની સાદગીના લોકોએ વખાણ પણ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જ્વલંત નેતા અને દેશની અર્થવ્યવસ્થા સંભાળનાર નાણામંત્રીની પુત્રી લાઈમ લાઈટથી દૂર રહે છે.
9 / 9
પરકલા વાંગમયીના જમાઈ વિશે વાત કરીએ તો, તેઓ 2014 થી પીએમઓ સાથે કામ કરી રહ્યા છે. દોશી ગુજરાતના રહેવાસી છે. તેમને PMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી 2014થી દિલ્હીમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં જોઈન્ટ સેક્રેટરીનો હોદ્દો મળ્યો અને ઓએસડી બનાવવામાં આવ્યા. તે સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે.
Published On - 9:23 am, Fri, 18 August 23