
નીમુબહેન બાંભણિયા ગુજરાતની ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને હરાવીને સાંસદ બન્યા છે. નિમુબહેન 2010માં ભાવનગર મહાનગરપાલિકાના મેયર રહ ચૂક્યા છે. ભાવનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, ભાવનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ, ગુજરાત ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પદે પણ કામગીરી કરી છે.


મહારાષ્ટ્રના રાવેર મતવિસ્તારમાં રક્ષા ખડસે સતત ત્રીજીવાર લોકસભાની ચૂંટણી જીત્યા છે. 2024માં રક્ષા ખડસેનો મુકાબલો, શરદ પવાર જૂથના એનસીપીના ઉમેદવાર શ્રીરામ પાટીલ સામે હતો. શ્રીરામ પાટીલને રક્ષા ખડસેએ 2 લાખ 72 હજારથી વધુ મતોએ હરાવ્યા હતા. બહુ ઓછા લોકોને એ જાણકારી હશે કે રક્ષા ખસડે, ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસેની પુત્રવધુ છે. એકનાથ ખડસેના પુત્ર નિખિલ રાજકારણમાં હતા, પરંતુ એક અકસ્માતમાં નિખિલ ખડસેના મૃત્યુ પછી, રક્ષાએ તેમના રાજકીય વારસાને આગળ વધારવાનું કામ કર્યું. રક્ષા ખડસે કોથલી ગામના સરપંચ, જિલ્લા પરિષદમાં પણ જીતી ચૂક્યા છે.
Published On - 1:41 pm, Sun, 9 June 24