ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કુંભના મેળામાં સ્નાન કરવા માટે ભારતમાંથી જ નહીં વિદેશમાંથી પણ શ્રધ્ધાળુઓ આવતા હોય છે. શાહી સ્નાન માટે લાખો અને કરોડોમાં લોકો આવતા હોવાથી ત્યાં જતા પહેલા થોડું પ્લાનિંગ કરવુ જરુરી છે.
કુંભ મેળામાં જો તમે તમારા બાળક સાથે જઈ રહ્યાં છો તો કેટલી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બાળકને પર્યાપ્ત માત્રામાં પાણી પીવડાવવું જોઈએ. તેનો હાથ પકડીને રાખવો જોઈએ.
તેમજ કુંભ મેળામાં જતા પહેલા ઘરે એક નાની મેડિકલ કિટ તૈયાર કરવી જોઈએ. જેમાં પ્રાથમિક સારવાર માટે શરદી, તાવ, પેટના દુખાવવાની દવા સહિતની વસ્તુઓ સાથે રાખવી જોઈએ.
કોઈ પણ જગ્યાએ જતા પહેલા તમારું ઓળખ પત્ર સાથે રાખવું ખૂબ જ જરુરી છે. તો કુંભના મેળામાં જતા પહેલા આધાર કાર્ડ, પેન કાર્ડ જેવા દસ્તાવેજ સાથે રાખવા જોઈએ. તમે આ તમામ દસ્તાવેજો ડીજી લોકરમાં પણ રાખી શકો છો.
શહેરમાં વ્યવસાયિક રોકાણ અને માંગના આધારે સોનાના ભાવ દરરોજ બદલાય છે. ત્યારે અમદાવાદમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ માટે 10 ગ્રામ દીઠ 80,120 રૂપિયા અને 22 કેરેટ માટે 73,450 રૂપિયા છે.
મહાકુંભમાં ભારે ભીડ હોવાના કારણે સાફ- સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેથી તમારે ઘરેથી પર્સનલ હાઈજીન કિટ રાખવી જોઈએ. જેમાં સાબુ, શેમ્પુ, ટુવાલ અને હેન્ડ સૈનિટાઈજર સહિતની વસ્તુઓ સાથે રાખવી જોઈએ.