
રુપ નિખારવાની પરંપરા : નરકાસુરના વધ પછી બધા દેવતાઓ અને ઋષિઓ તેમજ લોકો ભયમુક્ત થઈ ગયા અને દરેકને નવું જીવન મળ્યું. આ પછી નવી ઓળખ પ્રાપ્ત કરીને પોતાને સુંદર બનાવવાની પરંપરા શરૂ થઈ. એવું કહેવાય છે કે જો મહિલાઓ આ દિવસે પોતાના શરીર પર સરસવનું તેલ લગાવે છે તો તેનાથી ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીના આશીર્વાદ મળે છે.

યમરાજ અને નરક સાથે સંબંધ : રૂપ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે અને આમ કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જે આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરે છે તેને તમામ પ્રકારના પાપો અને નરકમાંથી મુક્તિ મળે છે.

ગુજરાતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે? : ગુજરાતમાં ખાસ કરીને આ દિવસે વડા, ભજીયા, તળેલી ભાખરી અને ખીર બનાવવાનો રિવાજ છે. મોટાભાગે તળેલી વસ્તુઓ બનાવવામાં આવે છે. એવી પણ એક માન્યતા છે કે જેટલું તેલ બળે છે તેટલો ઘરનો કકળાટ ટળી જાય છે. આ તેલમાંથી બનાવેલી વાનગીઓ ગૃહિણી ચાર રસ્તા પર મુકી આવે છે અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરનો કકળાટ દૂર થાય છે. (ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓને આધારે છે. TV 9 ગુજરાતી તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
Published On - 1:26 pm, Tue, 29 October 24