
2013માં તેના ડેબ્યૂ પછી તે 158 મેચોમાં 187 વિકેટ લીધી છે. જેના કારણે તેઓ IPLમાં ટોચના વિકેટ લેનારા બોલરોમાંના એક છે. 2026ની સીઝનમાં, તે 13 મેચોમાં ફક્ત 4 વિકેટ લીધી હતી અને જેનો ઇકોનોમી રેટ 8.36 હતો.

2015માં તે ફક્ત 4 મેચ રમ્યો હતો તે સમય દરમિયાન તે 3 વિકેટ લીધી હતી. IPL 2026માં તે પહેલી વાર 10થી વધુ મેચ રમ્યો છે. છતાં તે ફક્ત 4 વિકેટ જ લઈ શક્યો છે.

MI કોચ મહેલા જયવર્ધનેએ ખુલાસો કર્યો કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપથી નાની ઈજા સાથે રમી રહ્યો હતો. આનાથી ટુર્નામેન્ટ દરમિયાન તેની લય અને ગતિ બંને પર અસર પડી છે.

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે, પરંતુ બુમરાહને અફઘાનિસ્તાન સામેની ઘરેલુ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

MI આઈપીએલ 2026માં નવમા સ્થાને રહ્યું. મુંબઈના ખરાબ પ્રદર્શનનું એક કારણ બુમરાહનું ખરાબ ફોર્મ અને ફિટનેસ હોઈ શકે છે.

આઈપીએલ 2026માં બુમરાહનું નબળું પ્રદર્શન પણ આશ્ચર્યજનક હતું કારણ કે તે T20 વર્લ્ડ કપમાં સારૂં પ્રદર્શન કર્યું હતું.