
ઈશા અંબાણી 2023માં Tira Beauty નામે બ્યુટી અને સ્કિનકેર પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. ખાસ કરીને યુવતીઓમાં આ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. અહીં મહિલાઓ માટે ફોકસ કરેલા બ્યૂટી પ્રોડક્ટ્સ ઓફર્સમાં ખરીદી શકાય છે. આજની તારીખે આ Nykaaને તીવ્ર ટક્કર આપી રહ્યું છે. ખાસિયત – સ્કિનકેર અને બ્યુટી પ્રોડક્ટ્સ પર ફોકસ.

Hamleys એક બ્રિટિશ ટૉય કંપની છે, જેને કેટલાક વર્ષો પહેલાં રિલાયન્સે ખરીદી હતી. ભારતીય બજારમાં તેને રજૂ કરવાની યોજના ઈશા અંબાણીએ બનાવી અને તેને રીડિઝાઇન કર્યું. આજના સમયમાં આ સ્ટોર માત્ર બાળકો માટે નહીં, પરંતુ આખા પરિવાર માટે એક એન્ટરટેનમેન્ટ સ્પોટ બની ગયું છે.

આ લક્ઝરી બ્રાન્ડ ઈશા અંબાણીએ 2021માં લોન્ચ કર્યું હતું. આ ખાસ કરીને પ્રીમિયમ ગ્રોસરી અને હેલ્ધી વસ્તુઓ પર ફોકસ કરે છે. આ બ્રાન્ડ ખાસ કરીને તેઓ માટે છે જેમને હાઇ-ક્વોલિટી અને આરોગ્યપ્રદ જીવનશૈલી પસંદ છે.

ઈશા અંબાણી હાલમાં પોતાના બાળકોની પરવરિશ સાથે પોતાના પિતા મુકેશ અંબાણીના વ્યાપારમાં પણ સક્રિય રીતે સહયોગ આપી રહી છે. તેઓ સતત બિઝનેસ વર્લ્ડમાં એક સશક્ત મહિલા ઉદ્યોગપતિ તરીકે કાર્યરત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીની અંદાજિત નેટવર્થ લગભગ ₹830 કરોડ જેટલી છે.