
ત્રણ વખતના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સે શનિવારે (16 મે) કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે IPL 2026ની 60મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કર્યો હતો. જેમાં KKR 29 રનથી જીતી હતી.

આ મેચ દરમિયાન એક અનોખો રેકોર્ડ બન્યો. કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી આ મેચ T20 ક્રિકેટના ઈતિહાસની પ્રથમ એવી મેચ બની જેમાં એક જ મેચમાં છ બેટ્સમેનોએ 50થી વધુ રન બનાવ્યા.

KKR માટે, ઓપનિંગ બેટ્સમેન ફિન એલને માત્ર 35 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અંગક્રિશ રઘુવંશી અને કેમેરોન ગ્રીન અનુક્રમે 82 અને 52 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.

જ્યારે બીજા ઈનિંગ્સમાં , ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદરસને અડધી સદી ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન ગિલે 49 બોલમાં 85 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા,

સાઈ સુદરસને 28 બોલમાં 53 રન બનાવીને નોટ આઉટ રહ્યો અને વિકેટકીપર જોસ બટલર 248 રનના ટાર્ગેટનો પીછો કરતા 35 બોલમાં 57 રન બનાવ્યા.

24 વર્ષીય ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શને શનિવારે (16મે) વિશ્વ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી. તે T20 ક્રિકેટમાં 80 ઇનિંગ પહેલાં 3000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.