
IPL 2026, પ્લેઓફ માટે ટીમોમાં ભારે ટક્કર જોવા મળી રહી છે. આ સિઝનમાં મજબૂત શરૂઆત બાદ કેટલીક ટીમોએ તેમનો સારો પરફોર્મન્સ ગુમાવ્યો છે.

ખરાબ શરૂઆત ધરાવતી અન્ય ટીમો હવે રેસમાં પાછી આવી છે. પરિણામે, ઓછામાં ઓછી 6 ટીમો હાલમાં પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે એકબીજા જોડે સ્પર્ધા કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ હવે નોંધપાત્ર લીડ મેળવી લીધી છે.

12 મે 2026ના રોજ અમદાવાદમાં રમવામાં આવેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મોટી જીત મેળવી. આ મેચમાં શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઇટન્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટીમને 168 રન પર જ રોકી દીધું.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ ટાર્ગેટ સાબિત કરવું સૌથી વધારે મુશ્કેલ રહ્યું. SRH ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને GT 82 રનથી જીત્યું.

ગુજરાતે સતત તેની પાંચમી જીત મેળવી છે. સાથે જ ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પણ મેળવ્યું છે. ગુજરાતના હવે 12 મેચમાંથી કુલ 16 પોઈન્ટ છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બીજા સ્થાને ધકેલી દે છે.

હવે ફક્ત એક જીત સાથે ગુજરાતનું પ્લેઓફ સ્થાન સુનિશ્ચિત થઈ શકે છે. પરંતુ જો આગામી 2 મેચ હારી અને અન્ય ટીમોના પરિણામો ગુજરાત ટાઇટન્સના પક્ષમાં ના આવ્યા તો ટીમ પાસેથી ટોપ-4નું સ્થાન છીનવાઈ શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો આ હાર છતાં, તેઓ ટોચના ચારમાં છે. તેમના હજુ પણ 12 મેચમાંથી 14 પોઈન્ટ છે. તેમનો નેટ રન રેટ ઘટીને 0.331 થઈ ગયો છે. જો સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની આગામી બે મેચ જીતી લે તો તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની સારી તક છે.
Published On - 8:23 am, Wed, 13 May 26