IPL 2026 Playoffs : હૈદરાબાદે ચેન્નાઈને હરાવી મેળવી પ્લેઓફની ટિકિટ, ગુજરાત પણ પહોંચ્યું ટોપ 4માં! હવે CSKનું શું?

IPL 2026ના 63મી મેચ સાથે, પ્લેઓફનું ચિત્ર મોટાભાગે સ્પષ્ટ થઈ ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ગઈ કાલની (18મે)મેચમાં ફક્ત એક ટીમને જ નહીં પરંતુ 2 ટીમોને ફાયદો થયો છે.

| Updated on: May 19, 2026 | 8:57 AM
1 / 6
ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી 63મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે યજમાન ટીમ ચેન્નાઈને 5 વિકેટથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સને પણ આ જીત સાથે ટોપ-4માં ટિકિટ મળી ગઈ.

2 / 6
સોમવાર 18 મેના રોજ ચેપોક ખાતે રમાયેલી મેચ આ મેદાન પર IPL 2026 ની છેલ્લી મેચ હતી. તે જ સમયે ચેન્નાઈ માટે આ મેચ જીતવી જરૂરી હતી. જેથી તેમના માટે પ્લેઓફમાં ટકી રહેવું સરળ બને.

3 / 6
ચેપોકની પિચ સ્લો હોવાથી ચેન્નાઈ 180 રન બનાવી શકી હતી તેને કારણે ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો. સનરાઇઝર્સના ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન વચ્ચે થયેલી 75 રનની પાર્ટનરશીપ જીતનો આધાર બની.

4 / 6
આ જીત સાથે પેટ કમિન્સના નેતૃત્વ હેઠળના સનરાઇઝર્સે હવે 13 મેચમાં 16 પોઈન્ટ મેળવ્યા છે અને આ બાબતમાં ગુજરાત ટાઇટન્સની બરાબરી કરી લીધી છે. નેટ રન રેટમાં તફાવતને કારણે ગુજરાત 0.400 બીજા અને હૈદરાબાદ 0.350 ત્રીજા ક્રમે છે. આ જીતથી હૈદરાબાદ અને ગુજરાત એકસાથે પ્લેઓફમાં પહોંચી ગયા છે.

5 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ હારથી ટીમની આશાઓ લગભગ ખતમ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ એક છેલ્લી મેચ સાથે થોડી આશા બાકી છે. આ હાર પછી પણ ચેન્નાઈના 13 મેચમાં 12 પોઈન્ટ છે અને તે છઠ્ઠા સ્થાને છે. હવે જો ટીમ છેલ્લી મેચમાં જીતશે તો તેને 14 પોઈન્ટ મળશે અને પછી અન્ય ટીમોના પરિણામોના આધારે નક્કી થશે કે ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચશે કે નહીં.

6 / 6
ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં, ચેન્નાઈના ખેલાડી એમએસ ધોનીએ બધાનું ધ્યાન ખેંચ્યું. ઈજાને કારણે એમએસ ધોની હૈદરાબાદ સામેની મેચ રમી શક્યા નહીં. આ કારણે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ચાહકો નિરાશ થયા.

Follow Us