Gujarati NewsPhoto galleryIPL 2025 This player, who was sold for just 50 lakhs, performed brilliantly for Delhi in very first match of IPL, know his record
IPL 2025: માત્ર 50 લાખમાં જ વેચાયેલા આ ખેલાડીએ, IPLની પહેલી જ મેચમાં દિલ્હી માટે કમાલ કરી બતાવી, જાણો તેનો રેકોર્ડ
IPL 2025 ટૂર્નામેન્ટની 18મી સિઝનમાં, દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કરનાર વિપ્રજ નિગમે પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. 50 લાખ રૂપિયામાં ખરીદાયેલા આ લેગ સ્પિનરે બેટ અને બોલથી ટીમને વિજય અપાવ્યો. વિપ્રાજે 15 બોલમાં 39 રન બનાવીને મેચની રૂખ બદલી નાખીને અને પોતાની ઓલરાઉન્ડર પ્રતિભા સાબિત કરી.
વિપ્રજ નિગમે UPT20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ, જેના કારણે તેમને ફર્સ્ટ-ક્લાસ કેપ મળી અને રણજી ટ્રોફીમાં રમવાની તક મળી. ઓક્ટોબરમાં બંગાળ સામેની રણજી મેચમાં, તેણે પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી.
5 / 5
રણજી ટ્રોફીની 3 મેચોમાં, તેણે 31 ની સરેરાશથી 13 વિકેટ લીધી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 7.12 ની ઇકોનોમી સાથે 8 વિકેટ લીધી અને આંધ્રપ્રદેશ સામે 8 બોલમાં 27 રન બનાવ્યા. UPT20 લીગમાં લખનૌ ફાલ્કન્સ તરફથી રમતી વખતે, તેણે 11 મેચોમાં 20 વિકેટ લીધી.