
પ્રભસિમરન અને માર્કસ સ્ટોઇનિસે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. સંદીપ શર્માએ સ્ટોઇનિસને પોતાના જ બોલ પર કેચ આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. કુમાર કાર્તિકેયે વાનિન્દુ હસરંગાના હાથે કેચ પકડીને પ્રભસિમરનની ઇનિંગનો અંત લાવ્યો. સ્ટોઇનિસે સાત બોલમાં ફક્ત એક જ રન બનાવ્યો. પ્રભસિમરને 16 બોલમાં 17 રનની ઇનિંગ રમી.

16 મી ઓવરના પહેલા બોલ પર, હસરંગાએ વાઢેરાને જુરેલના હાથે કેચ કરાવીને પંજાબને મોટો ઝટકો આપ્યો અને અહીંથી રાજસ્થાનની ટીમ મેચમાં વાપસી કરી. વાઢેરાએ ૪૧ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૬૨ રનની ઈનિંગ રમી. 17મી ઓવરના પહેલા બોલ પર સંદીપ શર્માએ સૂર્યાંશ શેડગેને આઉટ કર્યો.

અગાઉ, મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પંજાબના કેપ્ટન ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસનએ ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંને બેટ્સમેનોએ મેદાનની ચારે બાજુ શોટ માર્યા અને ટીમનો સ્કોર 10.2 ઓવરમાં 89 રન સુધી પહોંચાડ્યો. આ ખતરનાક જોડીને તોડવાનું કામ લોકી ફર્ગ્યુસન દ્વારા કરવામાં આવ્યું હતું.તેણે 38 રનના વ્યક્તિગત સ્કોર પર સંજુ સેમસનને કેપ્ટન ઐયરના હાથે કેચ આઉટ કરાવ્યો, અને આઉટ થતાં પહેલાં સંજુએ 26 બોલમાં છ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. આ સિઝનની આ પહેલી મેચ છે જેમાં સંજુ સેમસન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા અને વિકેટકીપિંગ પણ કરી રહ્યા હતા.

બંને ઓપનરોના ગયા પછી આવેલા નીતિશ રાણા વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યા નહીં અને 12 રનના વ્યક્તિગત સ્કોર પર માર્કો જાનસેનના બોલ પર મેક્સવેલના હાથે કેચ આઉટ થયા. આ પછી, હેટમાયર અને રિયાન પરાગ બેટિંગ કરવા આવ્યા અને ટીમનો સ્કોર 150 થી વધુ લઈ ગયા. જ્યારે પરાગ 32 રને રમી રહ્યો હતો, ત્યારે બોલર માર્કો જાનસેન તેના જ બોલ પર કેચ છોડી દીધો. પોતાની છેલ્લી ઓવરમાં, અર્શદીપે હેટમાયર (20) ને મેક્સવેલ દ્વારા આઉટ કર્યો. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ (13) એ ચાર વિકેટે 205 રન બનાવ્યા. (All Image - BCCI)
Published On - 11:40 pm, Sat, 5 April 25