
મુંબઈ માટે મેચમાં વાપસી કરવાનો એકમાત્ર રસ્તો ઝડપથી વિકેટ લેવાનો હતો. મુંબઈએ પણ રાહુલ ત્રિપાઠીને આઉટ કરીને સારી શરૂઆત કરી હતી. પરંતુ આ પછી કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ ટીમની કમાન સંભાળી. બંને બેટ્સમેનોએ ઝડપી બેટિંગ કરી અને મુંબઈના હાથમાંથી મેચ છીનવી લીધી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વિગ્નેશ પુથુરે એકલા હાથે લડાઈ લડી. વિગ્નેશ પુથુરે રૂતુરાજ ગાયકવાડ, દીપક હુડા અને શિવમ દુબેની વિકેટ લઈને મુંબઈને મેચમાં પાછું લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને અન્ય બોલરોનો ટેકો મળ્યો ન હતો. (All Image - BCCI)