
શેરબજારમાં સફળતા માટે તમારા ટેબલ પર સોનેરી કમળ, ગણેશ અને કુબેરની મૂર્તિ, ક્રિસ્ટલ બોલ, રાખો, તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે. (Credits: - Canva)

શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે તમારી ઓફિસમાં તૂટેલી વસ્તુઓ કે ખંડિત મૂર્તિઓ ન રાખો. ટેબલ પરથી બિનજરૂરી કાગળો અને નકામી વસ્તુઓ દૂર રાખો. તમારી ઓફિસમાં વધારે પડતું અંધારૂ કે ગંદકી ન રાખો, તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. (Credits: - Canva)

શેરબજારમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે બજાર ખૂલતાં પહેલા, 11 વાર "ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ" નો જાપ કરો. ગણપતિ મંત્ર "ઓમ ગણ ગણપતયે નમઃ" નો જાપ કરો. શનિવારે જરૂરિયાતમંદોને કાળા તલ અથવા અડદની દાળનું દાન કરો. (Credits: - Canva)

ઊંચી અને આરામદાયક ખુરશી આત્મવિશ્વાસ અને સ્થિરતા જાળવી રાખે છે. ધ્રુજતી કે તૂટેલી ખુરશી નુકસાન પહોંચાડી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)
Published On - 6:22 pm, Mon, 14 April 25