
દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ઔતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતુ. અમિત શાહ અમદાવાદમાં તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનઉમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આખી દુનિયા અને આખો દેશ એકબીજા સાથે જોડાયેલો લાગે છે, અને આ યોગની શક્તિ છે. યોગ દરેકને જોડે છે. આ પ્રસંગે, હું સમગ્ર વિશ્વને, સમગ્ર માનવ સમુદાયને #InternationalYogaDay2026 ની શુભકામનાઓ પાઠવું છું.

મેઘાલયમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શિલોંગમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા.

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યોગ કર્યા હતા.આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'Yoga for Healthy Ageing' રાખવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માનસામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે યોગ દિવસ નિમિત્તે બંગાળમાં હોવું ખૂબ જ ખાસ છે. બંગાળની આ પવિત્ર ભૂમિ એ છે જ્યાં ભગવાન રામ કૃષ્ણ પરમહંસ જેવા સિદ્ધ સંતોએ અવતાર લીધો હતો. જ્યાંથી સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને યોગનો પરિચય કરાવ્યો હતો. જ્યાં મહર્ષિ અરવિંદ જેવા મહાન યોગીનો જન્મ થયો હતો.