INS બ્રહ્મપુત્રાને નડ્યો અકસ્માત, છેલ્લા 11 વર્ષમાં નૌકાદળના શક્તિશાળી યુદ્ધ જહાજ બન્યા છે અકસ્માતના ભોગ, જુઓ ફોટા

|

Jul 24, 2024 | 12:53 PM

INS બ્રહ્મપુત્રા ભારતની તાકાત હતી. તે 21મી જુલાઈના રોજ મુંબઈ ડોકયાર્ડમાં અકસ્માતનો ભોગ બન્યું છે. આગ લાગ્યા બાદ તે એક બાજુ નમી ગયું છે. આ જહાજ 6 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષમાં નૌકાદળના અનેક જહાજો અકસ્માતનો ભોગ બન્યા છે. જાણો યાદીમાં કયા કયા INS સામેલ છે.

1 / 6
2016 માં, INS બેતવા મુંબઈના નેવલ ડોક પર પલટી ગઈ હતી. આ ઘટનામાં નેવીના બે જવાન શહીદ થયા હતા. INS બેતવા 2004માં ભારતીય નૌકાદળમાં જોડાઈ હતી. INS બેતવા પશ્ચિમી નૌકા કમાન્ડના મુખ્ય યુદ્ધ જહાજોમાંથી એક હતું.

2 / 6
વર્ષ 2022માં INS રણવીરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 3 જવાન શહીદ થયા હતા. INS રણવીર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ પર હતું અને બેઝ પર પાછા ફરવાનું હતું. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. તેને 1986માં નેવીમાં સામેલ કરવામાં આવી હતી.

3 / 6
માર્ચ 2023માં INS સહ્યાદ્રીમાં આગ લાગી હતી. હિંદ મહાસાગરમાં નિયમિત પેટ્રોલિંગ મિશન દરમિયાન એન્જિન રૂમમાં આગ ફાટી નીકળી હતી.

4 / 6
INS સિંધુરત્ન વર્ષ 2014માં એક અકસ્માતનો ભોગ બન્યું હતું. આ સબમરીનમાં 26 ફેબ્રુઆરી 2014ના રોજ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે અધિકારીઓ શહીદ થયા હતા અને 7 ખલાસીઓ ઘાયલ થયા હતા.

5 / 6
માર્ચ 2016માં INS વિરાટમાં આગ લાગી હતી. આ જહાજ ગોવામાં ઊભું હતું. આ અકસ્માતમાં એક નાવિક શહીદ થયો હતો. INS વિરાટે સૌપ્રથમ 30 વર્ષ સુધી બ્રિટિશ નેવીમાં સેવા આપી હતી. જે બાદ ભારતે તેને ખરીદ્યુ હતું. તેને 1987માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

6 / 6
વર્ષ 2013માં INS સિંધુરક્ષકમાં આગ લાગી હતી. આ અકસ્માત 14મી ઓગસ્ટે થયો હતો. મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આગ લાગવાથી સબમરીન ડૂબી ગઈ હતી. જેમાં 18 ક્રૂ મેમ્બર શહીદ થયા હતા. આ સબમરીન 16 વર્ષ જૂની હતી. રશિયામાં અપગ્રેડેશન પ્રોગ્રામ બાદ તે ત્રણથી ચાર મહિના પહેલા જ ભારત પરત ફરી હતી.

Next Photo Gallery