દુબઈથી મળ્યો ₹4,000 કરોડનો ‘મોટો પ્રોજેક્ટ’, આ સ્ટોક ફરી આવ્યો ચર્ચામાં

યુએઈ (UAE) તરફથી ₹4,000 કરોડથી વધુનો મોટો ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ ઓર્ડર મળતાં જ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં કંપનીની વધતી પકડ અને મજબૂત ત્રિમાસિક નાણાકીય પરિણામોને કારણે રોકાણકારોની નજર સતત આ શેર પર ટકેલી છે.

| Updated on: Sep 28, 2026 | 8:21 PM
1 / 7
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની Kalpataru Projects Internationalના શેરના ભાવ પર રોકાણકારોની નજર ટકેલી છે. એનું કારણ એ છે કે, કંપનીને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે એક ઓર્ડર મળ્યો છે. જો કે, કંપનીના શેર 28 સપ્ટેમ્બરને રોજ 1.12% ના ઘટાડા સાથે 1375.60 પર ટ્રેડ કરી રહ્યા હતા.

2 / 7
જણાવવાનું કે, કંપનીનો શેર 52 વીક લો (Low) લેવલથી 38 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડે જણાવ્યું કે, તેને પોતાના ઓઇલ એન્ડ ગેસ બિઝનેસમાં એક 'મેજર' એટલે કે મોટો EPC ઓર્ડર મળ્યો છે. EPCમાં કંપની એન્જિનિયરિંગ, સામાનની ખરીદી અને નિર્માણનું કામ કરે છે. કંપની ₹4,000 કરોડથી વધુ કિંમતના ઓર્ડરોને મોટા ઓર્ડર તરીકે વર્ગીકૃત કરે છે.

3 / 7
કલ્પતરુ પ્રોજેક્ટ્સના MD અને CEO મનીષ મોહનોતે જણાવ્યું કે, આ ઓર્ડર ગ્લોબલ અને ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં કંપનીની તાકાત અને જૂના સારા કામને મજબૂત કરે છે. તેમણે ઉમેર્યું કે, આ ઓર્ડર કંપનીની ટેકનિકલ જાણકારી, કામ કરવાની ક્ષમતા અને વિશ્વભરમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાની તાકાત દર્શાવે છે.

4 / 7
કલ્પતરુ પ્રોજેક્ટ્સે જૂન ત્રિમાસિકના પરિણામો ગયા મહિને જાહેર કર્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ 45% વધીને ₹310 કરોડ થઈ ગયો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹214 કરોડ હતો. કંપનીની રેવેન્યુ 4% વધીને ₹6,401.8 કરોડ થઈ ગઈ, જે ગયા વર્ષે ₹6,171.2 કરોડ હતી.

5 / 7
કંપનીનો EBITDA જૂન ત્રિમાસિકમાં 7% વધીને ₹562 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹525 કરોડ હતો. આ ઉપરાંત, કંપનીનો EBITDA માર્જિન ગયા વર્ષના સમાન ગાળાના 8.51%થી વધીને 8.77% થઈ ગયો.

6 / 7
કલ્પતરુ પ્રોજેક્ટ્સ વિશ્વની મોટી EPC કંપનીઓમાંથી એક છે અને તેનો બિઝનેસ 75 દેશો સુધી ફેલાયેલો છે. કંપની વિવિધ ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ, સામાનની ખરીદી અને નિર્માણ સાથે જોડાયેલી સેવાઓ આપે છે.

7 / 7
આમાં પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, બિલ્ડિંગ અને ફેક્ટરી, વોટર સપ્લાય અને ટ્રીટમેન્ટ, રેલવે, ઓઇલ એન્ડ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બન મોબિલિટી, હાઇવે અને એરપોર્ટનો સમાવેશ થાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.