મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધનાથી 8 જોડી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 20 જોડી વિશેષ ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. તેવી જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરેથી અને મધ્યપ્રદેશના ઈન્દોર, ડો. આંબેડકર નગર અને ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ચલાવવામાં આવી રહ્યા છે.