મધ્ય ગુજરાતથી ચાલશે હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન, મહેસાણા, પાલનપુર, આબુરોડથી થશે પસાર, વેકેશનનો લાભ ચોક્કસ ઉઠાવો

|

May 11, 2024 | 9:57 AM

Sabarmati to Haridwar : બાળકોના વેકેશનને અને યાત્રાની માગને લઈને રેલવે વિભાગે ફરી એક ટ્રેન શરુ કરી છે. તે તમને સસ્તા ભાડામાં સાબરમતીથી હરિદ્વાર સુધીની સફર કરાવશે.

1 / 5
મુસાફરોની માગ અને સુવિધાને અને બાળકોના વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

2 / 5
ટ્રેન નંબર-09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી 14,17,20 અને 23 મે 2024ના રોજ 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. જનરલ ટિકિટ અંદાજે 275 રુપિયા છે. રેલવે સાઈટ અપડેટ થાય તો ટિકિટના દરમાં વધારો ઘટાડો થઈ શકે છે.

3 / 5
એ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ હરિદ્વારથી 15,18,21 અને 24 મે 2024ના રોજ 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

4 / 5
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ, નીમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હીથી પસાર થાય છે. ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

5 / 5
ટ્રેન નંબર 09425નું બુકિંગ 11 મે 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન આખા રુટ દરમિયાન 22 જેટલા સ્ટેશનો પરથી પસાર થાય છે.

Next Photo Gallery