
ટ્રેન નંબર-19218 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી બાંન્દ્રા સુધી ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 13:00 વાગ્યે પહોંચે છે. રાજકોટ પહોંચતા આ ટ્રેન અઢી કલાક જેટલો સમય લે છે. એટલે કે રાજકોટ 15:22 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

ટ્રેન નંબર- 11463 જબલપુર એક્સપ્રેસ સોમનાથથી ઉપડે છે અને જુનાગઢ 11:20 વાગ્યે પહોંચે છે. રાજકોટ આ ટ્રેન 13:59 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર અને શનિવાક સિવાય દરેક વારે આ ટ્રેન દોડે છે. આ ટ્રેન જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે

(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)