
સૌરાષ્ટ્ર અને સુરત તરફથી આવતા પ્રવાસીઓએ આણંદ ઉતરવાનું રહેશે. સુરત-નવસારી બાજુ જતી કોઈ પણ ટ્રેનમાં તમે અમદાવાદ કે આણંદ પહોંચી શકો છો.

અમદાવાદથી તેમજ પાટણ, મહેસાણાથી આવતા પ્રવાસીઓએ પણ આણંદ ઉતરવાનું રહેશે. આણંદથી ડાકોર જવા માટે લગભગ પોણા કલાક જેટલો સમય લાગે છે.

આણંદથી ડાકોર માટેની 7 ટ્રેનો સતત ચાલે છે. આ ટ્રેનો દરરોજ દોડે છે. આણંદથી પહેલી ટ્રેન 05:10 વાગ્યે, આણંદ ડાકોર પેસેન્જર ટ્રેન 07:35 વાગ્યે, આણંદ ગોધરા પેસેન્જર ટ્રેન 10:00 વાગ્યે, આણંદ ગોધરા સ્પેશિયલ 12:15, આણંદ ગોધરા સ્પેશિયલ 14:10, આણંદ ડાકોર પેસેન્જર ટ્રેન 15:40, આણંદ ગોધરા પેસેન્જર 19:20 વાગ્યે ચાલુ થાય છે.