Gujarati NewsPhoto galleryIndian western railway train irctc booking ahmedabad surat rajkot jamnagar mahesana patan to Modhera Sun Temple train schedule time table
Modhera Sun Temple : મહેસાણાથી આ રીતે પહોંચો મોઢેરાના ‘સૂર્ય મંદિર’, દરેક જિલ્લામાંથી નીકળતી ટ્રેન વિશે જાણો
Modhera Sun Temple : ગુજરાતના દરેક જિલ્લામાંથી કંઈ રીતે મોઢેરા પહોંચવું તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે. જેમ કે સુરત-નવસારી તરફથી આવતી ટ્રેનો સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે. તેમજ સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનો જામનગર, રાજકોટ, અમદાવાદ વગેરે રુટ પર ચાલશે. આ ટ્રેનો લગભગ ગુજરાતના મોટાભાગનો વિસ્તાર આવરી લેશે.
જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં સફર કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.
5 / 5
મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધીનું અંતર 25 KM છે. તમે પ્રાઈવેટ વાહન લઈને પણ જઈ શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધી કલાક જેટલો સમય લાગે છે.