Western Special Trains : નંદુરબાર જવા માટે આ ટ્રેન વાયા નવસારી, વાપી-વલસાડથી થાય છે પસાર

|

Jul 01, 2024 | 12:26 PM

IRCTC Special Trains : મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેન સેવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે 5 થી 27 જુલાઈ સુધી દાદર અને નંદુરબાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

1 / 5
Indian Railway Announces Special Train Service : દાદરથી નંદુરબાર જવા માટે વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે. આ ટ્રેન વાયા બારડોલી, વાપી-વલસાડથી નંદુરબાર પહોંચાડશે.

2 / 5
30 જૂન (રવિવાર) ના રોજ, એક રેલવે અધિકારીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. રેલવેનું કહેવું છે કે પશ્ચિમ રેલવે દ્વારા દાદર અને નંદુરબાર વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

3 / 5
Dadar-Nandurbar special train timings : રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દાદર અને નંદુરબાર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને સવારે 8.35 વાગ્યે નંદુરબાર પહોંચશે. આ ટ્રેન નંદુરબારથી પાછા ફરતી વખતે એટલે કે રિટર્ન મુસાફરી દરમિયાન આ ટ્રેન નંદુરબારથી દર શુક્રવારે રાત્રે 8:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 5:15 વાગ્યે દાદર પહોંચશે.

4 / 5
Dadar-Nandurbar special train route and stations : દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.

5 / 5
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

Next Photo Gallery