
નવી શરૂ થયેલી આ ટ્રેન વલસાડ 02:58 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 03:58 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન અમદાવાદ વહેલી સવારે 07:34 વાગ્યે પહોંચાડે છે. એટલે કે સુરતથી અમદાવાદ માત્ર તમે સાડા ત્રણ કલાકમાં પહોંચી જશો.

તમે જો કોઈ ઓફિશિયલી કામ માટે કે કોઈ મહત્વના કામ માટે અમદાવાદ જતા હોય અને રાત્રી રોકાણ ના કરવું હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે.

અમદાવાદથી સુરત બાજુ આવતી રીટર્ન ટ્રેન જોઈએ તો નવજીવન એક્સપ્રેસ જે સાંજે 09:25 વાગ્યે અમદાવાદથી ઉપડે છે અને સુરત 12:44 વાગ્યે પહોંચાડશે. બીજી ટ્રેન ગુજરાત મેલ છે. તેમાં તમે અમદાવાદ 10:50થી 02:05 સુધીમાં સુરત રીટર્ન થઈ શકશો.

જો તમારે અમદાવાદથી પાછું સુરત આવવું હોય તો 09:50થી અમદાવાદથી ઉપડે છે અને 1:52 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશો એ પણ માત્ર 90 રુપિયામાં. તો ઓફિસ માટે આવતા-જતા લોકો માટે આ ટ્રેનો બેસ્ટ ઓપ્શન છે.

(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)