એકલા મુસાફરી કરો છો તો ડરવાની જરુર નથી ! રેલવે એ મહિલાઓની સુરક્ષા માટે બનાવ્યા છે કેટલાક નિયમો, જાણો શું છે સેફ્ટી નિયમો

|

Jul 09, 2024 | 12:49 PM

Railway Rules female passenger : રેલવે વિભાગ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા કાયદાઓ બનાવ્યા છે. જેનાથી મહિલાઓ સેફ ફિલ કરી શકે. ટ્રેન મોડી પડે અથવા રેલવે સ્ટેશન પર થોડો સમય વિતાવવા માટે રેલવે સ્ટેશનો પર અલગ વેઇટિંગ લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

1 / 5
મહિલાઓ માટે રિઝર્વ કોચ : રેલવે મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓ માટે અલગ કોચ આરક્ષિત કરે છે. આ સિવાય ઉપનગરની ટ્રેનોમાં 150 કિમી સુધીનું અંતર કાપતી ટ્રેનોમાં પણ રિઝર્વ કોચ રાખવામાં આવે છે.

2 / 5
ટિકિટ વિનાની મહિલાઓને પણ આ અધિકારો મળે છે : રાત્રે એકલી મુસાફરી કરતી મહિલા પાસે માન્ય ટ્રેન ટિકિટ ન હોય તો પણ રેલવે સ્ટાફ તેને ટ્રેનમાંથી ઉતારી શકતો નથી. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિયમ બનાવ્યો છે.

3 / 5
મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન : રેલવે મહિલાઓની વિશેષ સુરક્ષા માટે સતત પ્રયાસો કરે છે. રિઝર્વ કોચમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની ખબર-અંતર પૂછવા માટે મહિલા સુરક્ષા કર્મચારીઓ પણ મુસાફરી દરમિયાન હાજર હોય છે. જેઓ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર હોય છે.

4 / 5
મહિલાઓ માટે અલગ વેઇટિંગ લાઉન્જ : ટ્રેન મોડી પડે અથવા રેલવે સ્ટેશન પર થોડો સમય વિતાવવા માટે રેલવે સ્ટેશન પર અલગ વેઇટિંગ લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રાત્રે એકલી મુસાફરી કરતી મહિલાઓ પણ સુરક્ષિત અનુભવે છે.

5 / 5
સીટ બદલી શકાય છે : જો કોઈ મહિલા મુસાફરી કરતી વખતે ટ્રેનમાં તેની સીટમાં આરામદાયક ન હોય, તો તે મુસાફરી દરમિયાન TTE સાથે વાત કરીને પોતાની સીટ બદલી શકે છે.

Published On - 2:48 pm, Wed, 3 July 24

Next Photo Gallery