
મન કી આવાઝ પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પૂજા ગૌરને આજે કોઈ ખાસ પરિચયની જરૂર નથી, પરંતુ તેમના પર્સનલ લાઈફ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

પૂજા ગોરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

પૂજા ગોરનો જન્મ 1 જૂન 1991ના રોજ અમદાવાદમાં થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તે મન કી આવાઝ પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞાની ભૂમિકા માટે જાણીતી છે. 2014માં તેમણે રિયાલિટી શો ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડી 5માં ભાગ લીધો હતો.

અમદાવાદની પૂજા ગોર2015માં, ગોરે સ્વરક્ષણ અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે કિકબોક્સિંગ શીખ્યું છે.પૂજા ગોરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

2018માં પૂજા ગોરે અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત રોમાંસ ફિલ્મ કેદારનાથ સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન હતા. તેમણે ફિલ્મમાં બ્રિન્દા મિશ્રાની ભૂમિકા ભજવી હતી.

તે રિયાલિટી શો 'બિગ બોસ 6' અને 'સાવધાન ઇન્ડિયા' માં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો. ટીવી સીરિયલ થી લઈ બોલિવુડ અને વેબ સીરિઝમાં કામ કરી ચૂકી છે.

પૂજા ગોર 2009 થી ટીવી અભિનેતા રાજ સિંહ અરોરા સાથે રિલેશનશીપમાં હતી. ડિસેમ્બર 2020માં પૂજા ગોરે ઇન્સ્ટાગ્રામ પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.

પૂજા ગોરે 2009માં ઈમેજીન ટીવીના રોમાંસ શો "કિતની મોહબ્બત હૈ" માં કરણ કુન્દ્રા અને કૃતિકા કામરા સાથે સહાયક ભૂમિકા ભજવીને પોતાની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી.

"લુટેરી દુલ્હન" વેબ સિરીઝમાં પૂજા ગોરની એન્ટ્રી થઈ છે. પૂજા ગૌર આ વેબ સીરિઝમાં સંધ્યા યાદવ નામની પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. આ સ્ટોરી એવી દુલ્હનોની આસપાસ ફરે છે, જે લગ્ન પછી પોતાના પતિઓને લૂંટી લે છે અને રાતોરાત ગાયબ થઈ જાય છે.

પૂજા ગોરે અભ્યાસ અમદાવાદની એજી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. આગળના અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતુ.

ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે.

પૂજા ગોર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એક પછી એક ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે.હવે તે OTT પર વધુ એક્ટિવ છે અને ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે.