
નવજીવન એક્સપ્રેસ ટ્રેન નંબર - 12655 એ ગુજરાત રાજ્યના અમદાવાદ જંકશન અને તમિલનાડુમાં ચેન્નાઈ સેન્ટ્રલ વચ્ચેની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે.

આ નવજીવન એક્સપ્રેસ અમદાવાદ જંકશનથી રાત્રે 21.25 વાગ્યે ઉપડે છે અને 30 કલાકથી વધુનો સમય લે છે અને ત્રીજા દિવસે સવારે 05.10એ ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચે છે.

ચેન્નાઈના રસ્તે આ ટ્રેન ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના ઘણા સુંદર રાજ્યોમાંથી પસાર થાય છે.

આ ટ્રેન ચેન્નાઈ સુધીમાં 40થી વધુ સ્ટોશનો પર સ્ટોપેજ લે છે. આ ટ્રેનમાં ગુજરાતના અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, ઉધના અને વ્યારા જેવા સિટી પર સ્ટોપેજ લે છે.

તે દક્ષિણ રેલવે ઝોન પર એક ટ્રેન દરરોજ દોડે છે. જેમાં મુસાફરોને ગુજરાતથી દક્ષિણ ભારતમાં બદલાતા નયનરમ્યો દૃશ્યનો આનંદ માણવાનો મોકો મળે છે.
Published On - 2:11 pm, Mon, 10 March 25