
ભાવનગરથી હરિદ્વારની ટ્રેનમાં 3A નું ભાડું 1685 રુપિયા છે. ભાવનગરથી મે મહિનાનું વેઈટિંગ ચારેય સોમવારે બતાવે છે તેમજ જુનમાં 2 સોમવારે વેઈટિંગ છે અને પાછળના 2 સોમવારે ટિકિટ મળવાના ચાન્સ છે. અને જુલાઈ-ઓગસ્ટમાં ટિકિટ આસાનીથી મળી રહેશે.

વાત કરીએ સ્લીપર કોચની તો, તેની ટિકિટ રુપિયા 640 છે. મે મહિનાના દરેક સોમવારે સીટો ફુલ છે અને જુનમાં પણ પહેલા 2 સોમવારે 96 ટકા ચાન્સ રહેલા છે. જુલાઈ અને ઓગસ્ટમાં સરળતાથી તમને ટિકિટ મળી શકે છે. (નોંધ : આ માહિતી લખાય છે ત્યાં સુધીનું વેઈટિંગ લિસ્ટ આપવામાં આવ્યું છે. બની શકે કે તમે જ્યારે ટિકિટ બુકિંગ કરાવો ત્યારે વેઈટિંગ લિસ્ટમાં ફેરફાર જોવા મળે. તેથી ટ્રેનની ઓફિશિયલ સાઈટની એક વાર મુલાકાત લેવી આવશ્યક છે.)