
આ પછી ટ્રેન કેવડિયા રેલવે સ્ટેશન જશે. કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓને લેસર શો પણ બતાવવામાં આવશે. કેવડિયા બાદ ટ્રેનનું આગામી સ્થળ સોમનાથ રહેશે. ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન પહોંચશે અને પ્રવાસીઓ સોમનાથ મંદિર અને સોમનાથ બીચની મુલાકાત લેશે. ટ્રેનનું આગામી સ્ટોપેજ દીવ હશે, જ્યાં પ્રવાસીઓ દીવ કિલ્લો, આઈએનએસ કુકરી અને દરિયાકિનારાની મુલાકાત લેશે.

ટ્રેનનું છેલ્લું સ્ટેશન દ્વારકા છે, અહીં મુસાફરો દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાના દર્શન કરી શકશે. મુસાફરીના 10મા દિવસે ટ્રેન દિલ્હી પરત ફરશે. આ સમગ્ર પ્રવાસમાં પ્રવાસીઓ અંદાજે 3,500 કિલોમીટરની મુસાફરી કરશે.

નોંધનીય છે કે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રેલવેએ નું સંચાલન શરૂ કર્યું છે. લગભગ ત્રણ વર્ષના ગાળામાં દેશભરના 24 રાજ્યોમાં 180 થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે અને તેમાં 80,000 થી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.

આ ટ્રેનો રેલવે દ્વારા દેશના વિવિધ રૂટ અને સર્કિટ પર ચલાવવામાં આવે છે. તેમાંથી કેટલાક આ મુજબ છે - ભારત-નેપાળ મૈત્રી યાત્રા, શ્રી રામાયણ યાત્રા, ચાર ધામ યાત્રા, બૌદ્ધ સર્કિટ પર્યટક ટ્રેન, બાબા સાહેબ આંબેડકર યાત્રા, 7 જ્યોતિર્લિંગ યાત્રા, દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા, પુરી-ગંગા સાગર ભવ્ય કાશી યાત્રા, જૈન યાત્રા ભારત ગૌરવ પર્યટક ટ્રેન, પુરી-કોલકાતા ગંગાસાગર યાત્રા.